23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ગુજરાતનાં પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 1405 કરોડના ખર્ચે બન્યું છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, 2017માં પીએમ મોદીએ કર્યું હતું ભૂમિપૂજન


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર સૌરાષ્ટ્રને બહુમુલ્ય ભેંટ અર્પણ કરતા આજે રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ખુલ્લુ મુકીને લોકાર્પિત કર્યું હતું. વડાપ્રધાનએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લઇને વિવિધ સુવિધાઓ નિહાળી હતી.તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને એરપોર્ટ ખાતે ઊભી કરવામાં આવેલ વિવિધ સુવિધાઓની વિગતવાર જાણકારી આપી સમગ્ર એરપોર્ટના વિકાસ અંગે તેમજ વિશેષતાઓ અંગે માહિતગાર કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, 2534 એકર વિસ્તારમાં આકાર પામેલું, 3 કિ.મી. લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવતું આ એરપોર્ટ કોઇપણ સમયે 14 વિમાનોને સમાવી શકવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત રૂ. 1405 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ એરપોર્ટ પીક અવર્સ દરમિયાન હાલના તબક્કે પ્રતિ કલાક 500 અને તેની ક્ષમતાના પૂર્ણ વિસ્તરણ બાદ 2800 પ્રવાસીઓનું સંચાલન કરી શકશે.તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા, સાંસદ સી.આર. પાટીલ, રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગના સેક્રેટરી રાજીવ બંસલ, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારી તથા પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -