જુનાગઢમાં કડીયાવાડમાં જર્જરિત ઇમારત ધરાશયી થયા બાદ મનપા તંત્ર સફાળું જાગ્યું અને શહેરમાં વસવાટ કરતા લોકોને જર્જરીત મકાનો ફલેટ કે કોર્મશીયલ કોટામાં રહેતા તેમજ ઉપયોગ કરતા તમામને મનપાએ જાણ કરી કે જોખમી, જર્જરીત, ભયજનક મકાનો,દુકાનો રેસીડેન્ટ કોમ્પ્લેક્સ જેવી ઈમારતો તાત્કાલીક ધોરણે પાડવાની કાર્યવાહી હાથ ધરવી તેમજ .મનપા દ્વારા અવારનવાર નોટીસ દ્વારા જર્જરીત ઈમારતના માલીકો કે ભોગવટો કરનાર ભાડૂત ભોગવટેદારને જાણ કરવામાં આવેલ છે. આમ છતા તેને દૂર કરવાના પગલા લેવામા આવેલ નહી. જે ધ્યાને લઈ તંત્ર દ્વારા જાહેર નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ છે. આમ છતા શહેરીજનો ધ્વારા જર્જરીત મકાનો, ઈમારતનો ઉપયોગ કરતા જાણવા મળતા., તેઓને તાકીદ કરવામાં આવે છે કે તાત્કાલીક ધોરણે જોખમી, જર્જરીત અને ભયજનક મકાનો બિલ્ડીંગો, કોમ્પ્લેક્ષો ખાલી કરવા, જો આ બાબતોની અમલવારી કરવામાં નહી આવે તો મનપા દ્વારા મકાન માલીક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા માલિકના ખર્ચે અને જોખમે આવા બિલ્ડીંગો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિનોદ મકવાણા, જૂનાગઢ