ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર ખાતે આવેલ બાથાભાઈ ના ચોક નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા છ શખ્સોને બોર તળાવ પોલીસે રોકડા રૂપિયા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોર તળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદમી મળતા તુરંત જ કુંભારવાડા વિસ્તાર ખાતે આવેલ બાથાભાઈ ના ચોક નજીક ખુલ્લી જગ્યામાં દરોડો કર્યો ત્યારે જુગાર રમી રહેલા સાહીલભાઇ મજીદભાઇ પાદરશી,પરેશભાઇ દિનેશભાઇ મકવાણા
જુનૈદ યુનુસભાઇ સૈયદ,રાકેશભાઇ રાજુભાઇ સરવૈયા,સલીમ રજાકભાઇ. પાદશી,રવીભાઇ ઉર્ફે ડી.જે. અમરશીભાઇ રાઠોડને રોકડા રૂપિયા ૧૧,૬૪૦ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર