અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક સાકરીયા પાસેની ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજની ઘટના સામે આવી છે નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રસોઇ કામ કરતા શખ્સનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું છે કોલેજ પરિસરમાં ઝાડની ડાળીઓ કાપતિ વેળાએ હથિયાર જીવંત વીજ તારને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ લાગ્યા બાદ નીચે પટકાયેલ શ્રમિકનું મોત નિપજતા મૃતદેહને પીએમ માટે મોડાસાની સરકારી અર્બન હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.