અરવલ્લી જિલ્લામાં લોકોમાં આંખ આવવાની એટલે કે કન્જકટીવાઈટિસની સમસ્યા ખૂબ વધી છે. સામાન્ય રીતે આ સમસ્યા નાના બાળકોમાં વધારે જોવા મળી રહી છે. આંખો લાલ થવાની સાથે,દુખાવા અને પોપચાં ચોંટી જવા જેવી સમસ્યા આંખમાં રહેતી હોય છે. ત્યારે મોડાસા સહિત જિલ્લાભરની હોસ્પિટલોમાં છેલ્લા એક અઠવાડિયાથી કન્જકટીવાઈટિસના દર્દીઓમાં નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શું ધ્યાન રાખવાની જરૂર છે તેના પર એક નજર કરીએ તો વ્યક્તિગત સ્વચ્છતા રાખવી, હાથ અને મોં સાબુથી સમયાંતરે ધોતા રહેવું, ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું, આંખમાં લાલાશ લાગે તો ડોક્ટર પાસે જવું, ડોક્ટરની સલાહ વગર આંખના ટીપાં નાંખવા નહી. ટીપાં નાંખતા પહેલા અને પછી હાથ ધોવા, આંખો પર બને તો ચશ્મા પહેરી રાખવા, આંખમાં આંસુ આવે તો ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવો, અન્યના સંપર્કમાં ન આવવું જેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી