ચોટીલા પોલીસ અને એસ.ટી.વિભાગ દ્વારા પેસેન્જરો ભરીને ચાલતા વાહનો સામે તવાઈ
બોલાવવામાં આવી છે રાજકોટ ડિવિઝન તેમજ ચોટીલા પોલીસના સયુક્ત પ્રયાસથી
ઓવરલોડ વાહનો પર ધોંસ બોલાવવામાં આવી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે
પેસેન્જરોની હેરાફેરી કરતા 11 જેટલા ખાનગી વાહનો ઝડપી લેવામાં આવ્યા છે ગેરકાયદેસર
રીતે વાહનોમાં કેપેસિટી કરતાં વધુ પેસેન્જરો બેસાડવામાં આવતા હતા ઓવરલોડ પેસેન્જરો
ભરીને તેમજ આડેધડ પાર્કિંગ કરતા ખાનગી વાહનોના માલિક સામે વિવિધ પ્રકારના દંડાત્મક
કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી
વિક્રમસિંહજાડેજા