કેશોદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા વાણીજ્ય હેતુથી બનાવેલ બહુમાળી બિલ્ડીંગ માં અંડરગ્રાઉન્ડ દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતાં માલ સામાન ને નુકસાન થયું છે. વેપારીઓ દ્વારા મોટર મુકીને પાણી ખેંચવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ મેઘરાજા વિરામ લેતાં ન હોય અને જમીનમાંથી પાણી છુટતાં વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેશોદ નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ દુકાનો બનાવવા બિલ્ડરો ને બાંધકામ ની મંજુરી આપતી વખતે પંપીંગ ની વ્યવસ્થા કરવાની શરતે આપવામાં આવી હોય ત્યારે બિલ્ડરો દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવતાં વેપારીઓ નુક્સાની વેઠી રહ્યાં છે
રીપોર્ટર દિનેશ મહિડા કેશોદ જુનાગઢ