અમરેલી – સાવરકુંડલાના હાથસણીમાં સિંહણ અને દીપડાનું કૂવામાં ખાબકતાં મોત નીપજ્યું છે
હાથસણીના ખોડી ગામ જવાના માર્ગના અવાવરૂ કુવામાં સિંહ અને દીપડો ખાબકયા હતા
દીપડા પાછળ સિંહણે શિકાર માટે દોડ લગાવેલી હોય તેથી બન્ને કુવામાં ખાબક્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે દીપડા પાછળ સિંહણે લગાવેલી દોટ મોતની દોડ સાબિત થઈ છે ખુલ્લા અવાવરૂ કુવામાં સિંહણ અને દીપડો મોતને ભેટતા વનવિભાગને જાણ થતાં અધિકારીઓ દોડી આવ્યા હતા અને બંનેના મૃતદેહોને બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડાયા હતા