બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં વજાભાઈ પનાભાઈ ખાંટનું મોત નીપજ્યું છે સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે રાત્રિના સમયે કાચા મકાનની દીવાલ ધરાશાઈ થતાં તાત્કાલિક સારવાર અર્થે વાત્રક ખસેડવામાં આવ્યા હતાં પરંતુ વધારે ઇજા થઈ હોવાથી હાજર ડોકટર દ્વારા ઘેર લઈ જવાની સલાહ આપતાં વાત્રકથી પ્રાંતવેલ લઈ આવતા હતાં તે દરમિયાન અડધા રસ્તે જ વૃદ્ધે દમ તોડી દીધો હતો. વૃદ્ધનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.
બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં વૃદ્ધનું મોત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -