ગઈકાલે મોડી રાત્રે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થતા નવા રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર, આજી અને ન્યારી ડેમમાં પાણીની આવક થતા શહેરની જળ સમસ્યા હલ થઇ ચુકી છે. એ જ રીતે રાજકોટનો જીવાદોરી સમાન આજી 1 ડેમ ઓવરફ્લો થતાં ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ ડેમની સાથે સાથે આજી નદી પણ ગંદી તુર બની છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણીમાં2.7 , જામકંડોરણામાં2.3 , લોધિકામા2.2, જેતપુર 1.8 , ધોરાજી 1.6, જસદણમા 1.1, ગોંડલમા 1.1 , ઉપલેટા0.9 , વિછીયામાં 0.8 , રાજકોટમા 0.7 , પડધરીમા 0.5 ઇંચ જ્યારે સરેરાશ 1.4 inch વરસાદ નોંધાયો છે