કેશોદ તાલુકાનાં પ્રાસલી ગામની સગર્ભા મહિલાને ડીલેવરી માટે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં ત્યારે ફરજ પરનાં મેડિકલ ઓફિસર દ્વારા ડીલેવરી માટે લઈ ગયા બાદ બાળક ઉંધું હોવાથી સીઝેરીયન કરી ડીલેવરી કરી બાળકનાં ધબકારા ઓછાં જણાતા બાળકોની હોસ્પિટલમાં બતાવવા પરિવારજનોને બાળક સોંપવામાં આવ્યું હતું. જેથી કેશોદના પ્રાસલી ગામની સગર્ભા મહિલાનાં પરિવારજનો બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં બાળક મૃત હાલતમાં હોવાનું જણાવ્યું હતું ત્યારે પરિવાર પર દુઃખનું આભ તુટ પડ્યું હતું. ત્યારે તેઓ કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે પરત આવી સગર્ભા મહિલાની ખબર અંતર પુછતાં સારવાર ચાલુ હોવાનું રટણ દોઢેક કલાક કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવતું હોવાથી પરિવારજનોને કાંઈક અઘટિત થયું હોવાનું લાગી આવતાં ઉગ્રતાથી પુછપરછ કરતાં ગંભીર હાલતમાં જુનાગઢ લઈ જવાનું કહી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં. જયાં સગર્ભા મહિલાનું પણ મૃત્યુ થતાં કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ દ્વારા બેદરકારી રાખવાથી માતા પુત્રએ જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ તેમજ મૃતક મહિલાની અંતિમવિધિ પુર્ણ થયા બાદ કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલના જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમના પરિવાર જનો એ જણાવ્યું હતું.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ