થાનગઢમાં આવેલ તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર બિસમાર બનતા જાળવણી ના અભાવે ઢોરવારો બન્યું છે. તેમજ થાનગઢમાં આવેલ તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ્ય સહિત શહેરીજનો સ્વાસ્થ્ય લક્ષી સારવાર મેળવવા માટે દર્દીઓ આવતા હોય છે ત્યારે આ ઢોરવાળા ના કારણે દર્દીઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પળતો હોય છે તેમજ બિસમાર બનેલ આરોગ્ય કેન્દ્ર જાળવણી ના અભાવે અભાવે ઢોરવારો બન્યું હોવાના આક્ષેપો પણ કરવા આવ્યા હતા આ ઉપરાંત દર્દીઓ તેમજ તેમની સાથે આવેલ સગાઓને આ પશુઓ પોતાને હડફેટેન લે તેવી બીક પણ લાગતી હોવાથી તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવાની લોકમાંગો ઉઠવા પામી છે..
વિક્રમસિંહ જાડેજા