જૂનાગઢમાં મેઘ તાંડવની સ્થિતિ થતાં મુખ્યમંત્રીના કાર્યક્રમો બંધ રહેવા અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલએ નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે પહેલા જૂનગઢ જવા માટે મુખ્યમંત્રીએ તૈયારી દાખવી હતી પરંતુ વીઝીબીલીટી ન હોવાથી ત્યાં પહોંચી શકાય તેમ નથી માટે તેઓ તાત્કાલિક ગાંધીનગર જવા રવાના થઈ છે. તેમજ ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતેથી તેઓ જૂનગાઢ પર સતત નજર રાખશે. આ સાં હે જૂનાગઢમાં હાલ NDRF ની બે ટિમ તૈનાત છે તેમ છતાં વધુ એક ટિમ ત્યાં થોડી વારમાં પહોંચશે. આ ઉપરાંત વધુ બે SDRFની ટિમ પણ જૂનાગઢ મોકલવામાં આવી રહી છે. અને 250 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટથી શહેર અને જિલ્લાની મળી કુલ 5 ફાયરની ટિમ જૂનાગઢ જવા રવાના થઇ છે. તેમજ 25000 ફૂડ પેકેટ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ મોકલવામાં આવ્યા છે.