જેતપુરના રબારિકા નજીકથી ભાદર નદીમાં 5 યુવાનો તણાયા હતા આજે વેગડી ગામના ભાદર નદીના પુલ પરથી નદીના ધસમસતા પ્રવાહમાં બે મૃતદેહ તરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો વાયરલ વિડિયો ના આધારે SDRF અને જેતપુર ગોંડલ નગર પાલિકા ના ફાયર સ્ટાફ દ્વારા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જામકંડોરણા પાસેના તરવડા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાંથી સવારે એક યુવકની લાશ મળી હતી ત્યારબાદ બીજા યુવકની લાશ ભાદર બે ડેમ નજીકથી મળી આવી છે ભાદર નદીમાં માછીમારી કરવા ગયેલ 5 માંથી એક યુવાન થાભલો પકડીને બહાર નીકળી ગયેલ હતો અને ચાર તણાયા હતા SDRF ની ટીમ દ્વારા ભાદર નદીમાંથી બે લાશ બહાર કાઢી હતી હજુ એક યુવકની શોધખોળ ચાલુ છે
એક મૃતદેહને જામકંડોરણા અને એક મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી