પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપરથી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના ખારી અમરાપુર ખાતે આવેલ ધી ખારી અમરાપુર દુધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી મહોબતસિંહ નાથુસિંહ ઝાલા રહે ખારી અમરાપુર ગામ અમરાપુર તા.પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા દ્રારા તારીખ ૧|૪|૨૦૧૯ થી ૩૧|૩|૨૦૨૦ સુધીના સમય ગાળા દરમ્યાન ખોટા ગ્રાહકો ઉભા કરી દુધ ના રૂપિયા ૧૬,૧૭,૪૭૮,૭૭ તથા તા ૧|૪|૨૦૨૦ થી તા૩૧|૩|૨૦૨૧ ના સમયમા જેતે વર્ષ ની ખરીદી ઉપર ભાવફેર ચુકવેલ તેની રકમ ૧,૬૧,૭૬૮,૫૯ મળી કુલ – ૧૭,૭૯,૨૪૭,૩૬ ની કાયમી નાણાંકીય ગેરરીતિ કરી સદર નાણાં પોતાના અંગત કામ માટે વાયરેલ ઉચાપત કરી આજદિન સુધી મંડળીના બેંક ખાતામા કે મંડળીને ના સોંપી પોતાના અંગત કામમા ઉપયોગ કરી કાયમી ઉચાપત કરતા મંડળના ચેરમેન ભારતસિંહ કાળુસિંહ ઝાલા દ્રારા આ અંગેની જાણ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી હિંમતનગર ખાતે કરી હતી અને જિલ્લા રજીસ્ટ્રારના હુકમથી ચેરમેન ભારતસિંહ ઝાલા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મંડળીના સેક્રેટરી મહોબતસિંહ નાથુસિંહ ઝાલા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
ઉમંગરાવલ સાબરકાંઠા