અમરેલી – રાજુલાના ઉચેયા ગામ નજીક ટ્રેન હડફેટે એક સિંહનું મોત થયાની ઘટના બની સામે આવી છે જ્યારે 1 સિંહ ટ્રેન હડફેટે આવતા ઈજા થતા સારવારમાં ખસેડેલ છે ઉચૈયા ગામ નજીક મોડી રાત્રિએ દુર્ઘટના બનવા પામી છે ચાર સિંહનો ગ્રુપ રેલવે ટ્રેક પર આવતા ત્રણ વર્ષનો સિંહ હડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું આ ઘટનામાં બે સિંહનો થયો આબાદ બચાવ થયો હતો એક સિંહને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થ ખસેડાયેલ છે વન વિભાગના સ્થાનિક અધિકારી સ્ટાફ દોડી ગયા હતા શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ હતા રાજુલા નજીક ટ્રેન અકસ્માતમાં અવારનવાર વન્ય પ્રાણીના મોતથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે રેલ્વે ટ્રેક પર સિંહના મોતને લઈ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ટ્રેઈન હડફેટે સિંહના મોતથી સિંહપ્રેમીઓમા રોષ ભભૂકયો છે
અશોક મણવર અમરેલી