રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર ખાનગી લક્ઝરી બસો પર પ્રતિબંધના જાહેરનામા મુદ્દે ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનની રજૂઆત સફળ થતાં ખાનગી ટ્રાવેલસ એસોસિએશને એકા બીજાને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું કરાવ્યું હતું જેમાં હાલ 150 ફૂટ રીંગરોડ પરનું ખાનગી બસો માટેનું જાહેરનામું 6 મહિના સુધી મોકૂફ કરાયું કરવામાં આવ્યું છે તેમજ 6 મહિના સુધી પહેલાની જેમ જ 24 કલાક 150 ફૂટ રિંગરોડ પર ખાનગી લક્ઝરી બસો પ્રવેશ કરી શકશે. આ સાથે ગઈકાલે 2 થી 5 વાગ્યા સુધી પ્રવેશની છુટ આપવા છતાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો પોતાની માગ પર રહ્યા હતા યથાવત રહેતા સમગ્ર મુદ્દે ધારાસભ્ય,સાંસદ તથા રાજકીય આગેવાનોને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ રજૂઆત કરી હતી તેમજ મુસાફરોએ પણ જાહેરનામાનો વિરોધ કર્યો હતો. આ સાથે તેમની માંગ સ્વીકારાતા ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની સાથે મુસાફરોને પણ રાહત મળી છે…