ચોમાસમાં સુરતના હાલ બેહાલ થઈ ગયા હોય તેવા દ્ર્શ્યો સામે આવ્યા છે .વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે..જેને લઇને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે .તો બીજી તરફ પુણાગામના લોકો ડ્રેનેજની સમસ્યાને લઈને હેરાન પરેશાન છે.. પુણાગામમાં વર્ષોથી ડ્રેનેજ ની સમસ્યા છે અનેક ઘરોમાં ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે…જેને લઇને આ સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે…અને વિસ્તારમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે.ત્યારે આ વિસ્તારના લોકો ડ્રેનેજ નેટવર્કનો સર્વે કરવાની અને આ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક નો પ્રશ્ન હલ થાય એ રીતે નવી લાઈનો નાંખવાની માંગ કરી રહ્યા છે. આજે આ વિસ્તારના કોર્પોરેટર પાયલ સાકરીયા સાથે વિસ્તારના લોકો મેયર હેમાલી બેન બોઘવાલાને આવેદન આપવા મ્યુનિસિપલ કચેરીએ પહોંચ્યા હતા .જોકે મેયરે ઓફિસમાંથી ગાયબ થઈ ગયા હતા. સમસ્યા જો હલ ના થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી રહીશો ઉચ્ચારી રહ્યા છે
રિપોર્ટ ઉદય તન્ના