રાજકોટના ચોટીલા પંથકમાં વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ શરૂ થતાં ચામુંડામાતાજી ડુંગર પર હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ ચામુંડા માતાજી ડુંગર તેમજ જરીયા મહાદેવ મંદિર પર નયનમય દ્રશ્યો સર્જાયા હતા આ સાથે આજે સવાર થી ફરી મેઘરાજા એ ચોટીલામાં ધામા હોય તેમ વરસાદ શરૂ થયો હતો. તેમજ વરસાદી માહોલ છતાં આસ્થાનું કેન્દ્ર એવા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તજનો પણ પધાર્યા હતા. આ સાથે ચોટીલામાં મૌસમનો 475 મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.