પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગર પાલિકા દ્રારા છેલ્લા કેટલાય દિવસ થી પાણી ની લાઇન પાસે દુરગંધ યુક્ત પાણી ગટર નુ મીક્ષ થવાને લઈ ને ખાડો ખોદવામા આવ્યો હતો અને કામ પણ પૂર્ણ થયુ હતુ પણ પ્રાંતિજ પાલિકા પાસે ખાડો પુરવા માટે જાણે ટાઇમ ના હોય તેમ કામ પુર્ણ થયા બાદ પણ ખાડો પુરવામા આવ્યો નહતો જેમા બુધવાર ના બપોરબાદ વરસાદ ની આગાહી વચે વરસાદ પડતા રોડ વચ્ચોવચ ખોદવામા આવેલ ખાડો પાણી થી ભરાઈ ગયો હતો અને રોડ ઉપર પણ પાણી ભરાતા ત્યાંથી પ્રસાર થઈ રહેલ ચિલોડા નો રીક્ષા ચાલક ચાલુ વરસાદ મા ખાડા ખાબકયો હતો તો રીક્ષા ચાલક ખાડામા પડતા આજુબાજુમા આવેલ દુકાનો ગલ્લા માલિકો દોડી આવ્યા હતા અને રીક્ષા ચાલક ને બહાર કાઢયો હતો તો રીક્ષા ચાલક ને સામાન્ય ઈજાઓ પોહચી હતી અને આબાદ બચાવ થયો હતો અને રીક્ષા ને નુકસાન થયુ હતુ તો પાલિકા દ્રારા ખાડાની આજુબાજુ કોઇ આડ ના મુકતા રીક્ષા ખાડામા ખાબકી હતી તો પાલિકા ના પાપે રીક્ષા ચાલક ખાડામા ખાબકયો હતો તો પ્રાંતિજ પાલિકા દ્રારા આખાડો કયારે પુરાશે એતો હવે જોવુ રહ્યુ
ઉમંગરાવલ સાબરકાંઠા