રાજકોટનુ ગીતા ચેરીટબલ ટ્રસ્ટ વૃદ્ધ લોકોનો સહારો બન્યું છે.અહિંયા વૃદ્ધોને દર રવિવારે 5 રૂપિયામાં ગરમાગરમ ગાઠીયા ખવડાવવામાં આવે છે.એવુ નથી કે અહિંયા 5 રૂપિયા આપવા જરૂરી છે.તમે પૈસા નહીં આપો તો પણ અહિંયા ગાઠિયા ખાવા દેવામાં આવે છે.આ સાથે અહિંયા લોકોને રાહત દરે જમાડવામાં પણ આવે છે.જેમાં લોકો અહિંયા માત્ર 50 રૂપિયામાં અનલિમિટેડ જમી શકે છે.આ સાથે જ વૃદ્ધોને ઘરે બેઠી ફ્રીમાં ટિફિન પણ આપવામાં આવે છે. જે લોકો નિસહાય અને કામ કરી ન શકતા હોય તેવા વૃદ્ધોને ફ્રીમાં જમાડવામાં આવે છે.આ સાથે ગીતા ચેરિટબલ ટ્રસ્ટનો સ્ટાફ પણ લોકોને હોંશે હોંશે અને પ્રેમભાવથી ખવડાવે છે.અને અહિંયા આવતા વૃદ્ધો પણ ઘર સમજીને જ અહિંયા પ્રેમભાવથી જમે છે.ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ મવડી ચોકડી પાસે આવેલી સંજીવની હોસ્પિટલમાં તેનુ આ રસોડુ કાર્યરત છે.જ્યાં તમે આરામથી ગરમાગરમ ગાઠીયાની મજા માણી શકો છો.આ અંગે ગીતા ચેરિટબલ ટ્રસ્ટના સભ્ય ગોવિંદભાઈ રાણપરિયાએ જણાવ્યું કે અમારે તો સેવા કરવી છે.એટલે પહેલા એવુ થયું કે વડિલો માટે બગીચામાં બાકડા મુકવામાં આવે પણ પછી થયું કે થોડા સમય પછી એ પણ ખરાબ થઈ જશે.એટલે અમે વૃદ્ધોનું પેટ ઠારવાનું નક્કી કર્યું.જેથી અહિંયા દર રવિવારે અમે વડિલોને ગરમા ગરમ ગાઠિયા ખવડાવવાનું નક્કી કર્યું અને રસોડું ચાલુ કર્યું.આ ઉપરાંત ગોવિંદભાઈ રાણપરિયાએ એમ પણ જણાવ્યું કે અમે શેરીએ ગલીએ જઈ જઈને જોયુ છે કે જ્યાં કોઈ નિસહાય વૃદ્ધ હોય તેને ટિફિન પહોંચડવામાં આવે છે.અને તેને એમ કહેવામાં આવે છે કે તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી તમને ફ્રીમાં ટિફિન અહિંયાથી તમારા ઘરે પહોંચાડવામાં આવશે.જો તમે પણ આ સહાયનો લાભ લેવા માંગતા હોય અથવા તો તમારા ધ્યાનમાં કોઈ એવા વૃદ્ધ હોય છે નિસહાય તો તમે 7777909142 નંબર કોલ કરીને જાણ કરી શકો છો.