રાજકોટના કાગદડી ગામે વાડીમાં તાજું જન્મેલું શિશુ રેઢું મળી આવ્યું હતું. વાડીના શેઢે જાળી, ઝાંખળામાંથી શિશુ મળી આવ્યું હતું. કુવાડવા રોડ પોલીસને જાણ કરાઈ હતી. બાળકને કોણ મુકી ગયું? તે અંગે તપાસ શરૂ કરાઈ છે. આ અંગે જાણ થતાં સરપંચ પ્રદીપભાઈ ચાવડા અને આશાવર્કર કંચનબેન સાગઠિયા દોડી ગયા હતા. 108 મારફત બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું હતું.તેમજ બનાવની વિગત મુજબ, આજે સવારે સાતેક વાગ્યે રાજકોટ નજીક મોરબી રોડ પર આવેલ કાગદળીના પાટીએથી જારીયા ગામ જવાના રસ્તે આવેલી વલ્લભભાઈ પટેલની વાડીએ તેમના મજૂર કામ કરતા હતા ત્યારે મજુરે વાડીના શેઢે જાળી, ઝાંખળામાં એક કપડામાં વિટેલ નવજાત શિશુને જોતા તુરંત તેના વાડી માલિકને જાણ કરી હતી. વાડી માલિક વલ્લભભાઈ પટેલે આવી સરપંચ પ્રદીપભાઈ ચાવડા અને આશાવર્કર કંચનબેન સાગઠિયાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.અને સરપંચે 108માં ફોન કરતા એમ્બ્યુલન્સ સાથે ઇએમટી નિલેશ ગોહિલ અને પાયલોટ ગોરધનભાઈ ટમાલિયા સ્થળ પર આવ્યા હતા. શિશુનો જન્મ વહેલી સવારે 4 વાગ્યે થયો હોવાનું અનુમાન છે. 108 એમ્બ્યુલન્સ મારફત બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને કુવાડવા રોડ પોલીસને જાણ કરાઈ હતી. આસપાસમાં નોંધાયેલી સગર્ભઓની તપાસ થઈ રહી છે. કોઈ ખેતમજૂરી પરિવાર નવજાતને મૂકી ગયાની શંકા કરવામાં આવી હતી…