પ્રાંતિજ નગરપાલિકા ના કૌભાંડો ના પટારા એક પછી એક ખુલતા જાય છે તેમા કોઇ નવાઇ નથી ત્યારે વધુ એક ભષ્ટ્રાચાર નો પટારો ખુલ્યો હોય તેવુ સામે આવ્યુ છે જેમા પ્રાંતિજ નગરપાલિકા દ્રારા બે વર્ષ અગાઉ પાલિકા ની ગ્રાન્ટ માંથી પ્રાંતિજના નેશનલ હાઈવેઆઠ ઉપર આવેલ પૌરાણિક માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે બે વર્ષ પહેલાજ પ્રોટેક્શન દિવાલ બનાવવામા આવી હતી જે ગતવર્ષે વરસાદ નહી પડતા આ વર્ષે સારો વરસાદ પડતા જ ૪૦ થી ૫૦ ફુટ જેટલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતા પ્રાંતિજ પાલિકાની ભષ્ટ્રાચારની વધુ એક પોલ ખુલ્લી છે જેમા પ્રોટેક્શન દિવાલ ના કામમા માટો રેતી નોજ ઉપયોગ થયો હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે અને મંદિર વ્યવસ્થાપક કમિટી દ્રારા કોન્ટ્રાક્ટર દ્રારા માત્ર રેતી-માટી માંજ કામ કર્યુ હોય અને સળીયાઓનો પણ કોઇ જગ્યાએ ઉપયોગ ના થયો હોવાનુ જણાવી રહ્યા છે ચીફ ઓફિસર પ્રાર્થનબેન નુ શુ કહેવુ છે આઅંગે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થનબેનનો ટેલીફોનીક સંપર્ક કરતા તેવોએ જણાવ્યુ કે આ મેટર ની મને ખબર નથી આજે તો હુ હાઇકોર્ટ મા છુ પણ કાલે જોવડાવી લઇશ ત્યારે હવે જોવુ એ રહ્યુ કે પાલિકાના જવાબદાર અધિકારી દ્રારા આવા કોન્ટ્રાક્ટરો કે જે કોઇ પણ દોષિત હોય તેવા લોકો સામે એક્શન લેવાશેકે પછી હોતા હે ચલતા હે તેવી સ્થિતિ જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ
ઉમંગરાવલ સાબરકાંઠા