ધારીમાં અનુસુચિત સમાજના આગેવાનો એ તાજેતરમાં દલખાણીયા ખાતે થયેલ હત્યા ના બનાવ અંગે પી.એસ.આઈ મારૂં અને પી.આઈ ચૌધરી ને મૌખિક રજૂઆતો કરીને પીડીત પરિવાર ને યોગ્ય ન્યાય અપાવવા અને હત્યા ના ગુનામાં સંડોવાયેલા ગુનેગારો ને કડક સજા કરવાની રજૂઆત પણ કરેલ હતી.
તેમજ પી.એસ.આઈ મારૂં અને પી.આઈ ચૌધરી એ આજરોજ ધારી પોલીસ સ્ટેશન નો ચાર્જ સંભાળેલ છે. ત્યારે રજુઆત કરવા આવેલા અનુસુચિત જાતી સમાજના આગેવાનોને તેઓએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કડક હાથે કાર્યવાહી કરવાની ખાતરી આપેલ હતી. આ સાથે ફરજ સાથેની નિષ્ઠા અને ગુનેગારો માટે કડક હાથે કાર્યવાહી કરવા માટે જાણીતા પી.એસ.આઈ મારૂં ને આગેવાનો એ એવી પણ રજૂઆત કરેલ હતી કે ધારી તાલુકા માં અનુસુચિત જાતી ઉપર થતા અત્યાચારોને અટકાવવા ખુબજ જરૂરી છે. તેમજ દલખાણીયા ગામના પરિવારે પણ થોડા દિવસ પહેલા પ્રાંત અધિકારીને આપેલ આવેદનપત્ર બાબતનું પણ ધ્યાન દોરેલ હતું…
રિપોર્ટર સંજય વાળા ધારી