સુરેન્દ્રનગર જીલ્લા ના સમઢિયાળા ગામમાં જમીન મુદ્દે અનુસુચિત જાતી સમાજ ના બે ગ્નાતી બંધુઓની ધાતકી હત્યા મુદ્દે ધારી તાલુકાના અનુસુચિત જાતિ સમાજના આગેવાનો એ આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવેલુ હતું ધારી પ્રાંત અધિકારીને પાઠવવામાં આવેલ આવેદનપત્ર મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને સંબોધીને જણાવ્યું હતું કે ગુજરાતની અંદર અનુસુચિત જાતી ઉપર અત્યાચાર થઈ રહ્યા છે આઝાદીના આટલા વરસો બાદ પણ અંગ્રેજોને શરમાવે એવી ધટનાઓ બની રહેલ છે અનુસુચિત જાતી સાથે ગેરવર્તન કરવામાં આવે છે. આ સમાજના લોકોને મારી નાખવામાં આવે છે. હિંદુ રાષ્ટ્ર ની વાતો થય રહેલ છે ત્યારે અનુસુચિત જાતિ હીંદુ છે કે નહીં તેવા સવાલો પણ કરવામાં આવેલ હતા અનુસુચિત સમાજના વરિષ્ઠ આગેવાન શાંતીલાલ પરમારની આગેવાનીમા મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનોએ ઉપસ્થિત રહી હત્યાના બનાવને વખોડીને ગુનેગારોને કડક સજા કરવા અને પિડીત પરીવારને ન્યાય અપાવવાની માંગ કરેલ હતી.
રિપોર્ટર સંજય વાળા ધારી