રાજકોટમાં એક તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટને સ્માર્ટ સીટી બનાવવા માટે અનેક નવા પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વોર્ડ નંબર ૧ માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ગંદકીનાં ગંજ જ દેખાઈ રહ્યા છે જેના કારણે કોઈ ડમ્પિંગ સાઈટ તેવી વોર્ડ નંબર ૧ ની હાલની સ્થિતિ છે. વરસાદી માહોલમાં ગંદકીનાં કારણે રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક લોકો દ્વારા તંત્ર પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. પરંતુ મનપા તંત્ર નિદ્રાધીન અવસ્થામાં હોઈ તેવું લાગી રહ્યું છે. અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે રાજકોટ મનપા તંત્ર કયારે જાગશે તે જોવું રહ્યું… આ સાથે ગંદકી સામે પ્રચંડ લોકરોષ ફેલાયો છે.