વાંકાનેરમાં રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી પામેલા મહારાણા કેસરીદેવસિંહ ઝાલાનું મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે વાંકાનેરના મુખ્ય માર્ગો ઉપર વાજતે ગાજતે મહારાણા કેસરીદેવસિંહ ઝાલાની નગરયાત્રા યોજાઈ હતી. અને ત્યાર બાદ સભા યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે “અમારા દરવાજા તમામ લોકો માટે ખુલ્લા હતા, ખુલ્લા છે અને ખુલ્લા જ રહેશે” અને હું હમેશા પાર્ટીના આદેશ મુજબ કામ કરીશ તેવી પણ લાગણી વ્યક્ત કરેલ છે જેમાં વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ પોતાની પસંદગી થતાં વાંકાનેર રાજપરિવાર અને ભાજપાના અદના કાર્યકર તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સમસ્ત મોવડી મંડળ અને સ્થાનિક ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પાર્ટીએ તેમના ઉપર મૂકેલ વિશ્વાસને સાર્થક કરી રાષ્ટ્રીય કક્ષાએ પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે જવાબદારી આપશે તે કામ કરવાની તૈયારી દર્શાવી હતી આ તકે સાંસદ, ધારાસભ્ય, શહેર-જિલ્લા ભાજપના આગેવાનો, રાજકીય આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા ભાજપના સ્થાનિક ધારાસભ્ય કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા અને તેની સૂચક ગેરહાજરી વાંકાનેરમાં ભાજપમાં જ ચાલતી કોલ્ડ વોરની ચાડી ખાતી હતી અને તેની લઈને ગણગણાટ પણ થઈ રહ્યો હતો
રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર