રાણપુર તાલુકાના બોડીયા ગામની સીમમાં ખેતીની જમીનની માપણી સરકાર તરફથી રી સર્વે કરી પ્રમોલગેશન થયેલ. અને નવા સર્વે નંબર આપવામાં આવેલા.અને ફરિયાદીની બોડીયા ગામની ખેતીની જમીનનો પણ સર્વે હાથ ધરવામાં આવેલ હતો જેમાં સર્વે નંબર અને માપ સાઈઝ ફરી ગયેલ હતા. અને સરકાર તરફથી માપણી કરવામાં આવેલ તેમાં ભૂલ થયેલ હતી. જેથી ફરિયાદીની ખેતીની જમીનનો રીસર્વે પ્રમોલગેશન ખામીયુક્ત થતા ફરી માપ સાઈઝ કરી સુધારો કરી આપવા ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડની કચેરી બોટાદ ખાતે અરજદારે અરજી કરેલ હતી.અને બોડીયા ગામે આવેલ ખેતીની જમીન રીસર્વેની માપણી કરવા માટે બોટાદ જિલ્લાના ડીઆઇએલઆરને અરજી કરતા સંજયભાઈ એસ રાવલિયાએ રિસર્વની માપણી કરવા માટે રૂપિયા એક લાખની લાંચની માગણી કરેલ હતી તે બાબતે રાણપુર તાલુકાના બોડીયા ગામના ફરિયાદીએ બોટાદ એસીબીનો સંપર્ક કરતા બોટાદ જિલ્લાના એસીબી પીઆઇ સગર તેમજ એસીબીના સ્ટાફ દ્વારા છટકુ ગોઠવી બોટાદ જિલ્લાના ડીઆઇ એલ આરને રૂપિયા એક લાખની લાચ લેતા ઝડપી પાડેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
લાલજી સોલંકી