રાજકોટ: આજરોજ ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી. ભારતીના અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાત રાજ્યના બી.એલ. ઓ અને બી.એલ.ઓ સુપરવાઈઝરશ્રીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ સેટકોમના માધ્યમથી તમામ મામલતદાર ઓફિસ, સી.આર.સી/બી.આર.સી ભવન ખાતે લાઈવ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાખવામાં આવી હતી. જેમાં બી.એલ.ઓ ઈ – રોલ એપ અને બી.એલ.ઓ એપ સહિતની વિવિધ બાબતો ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તાલીમ રાજકોટ જિલ્લાના તમામ તાલુકા કેન્દ્ર ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં કુલ ૨૨૫૩ બી.એલ.ઓ શ્રી અને ૨૧૮ બી.એલ.ઓ સુપરવાઈઝરશ્રીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી ૨૧ જુલાઈથી મતદારયાદીનો હાઉસ ટુ હાઉસ વિઝિટનો કાર્યક્રમ શરૂ થશે.