વીશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા જેટી પર દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો પ્રવાસી ઓ આવેછે. ઓખા જેટી એથી સમુદ્ર રસ્તે બેટ દ્રારકા જવાનો એક માત્ર રસ્તો છે. અહીં ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ની બેદરકારી થી અનેક સમસ્યા સર્જાય છે. અહી પાણીના પરબ, બેસવાના બાકડા જેવી પ્રાથમિક સુવિદ્યા નો અભાવ જોવા મળે છે. જીએમબી જવાનો ની બેદરકારી કારણે જેટી પર ગાયો આવી જતા અકસ્માત નો ભય રહેતાં પ્રવાસીઓ પરેશાન થાય છે. જીએમબી ચોકીદારો પત્રકાર તથા યાત્રિકો સાથે ગેર વર્તણુક પણ કરે છે. અહીંના સીસી કેમેરા શોભાના ગાંઠીયા સમાન છે. યાત્રિકોને ટિકિટ ફરજીયાત હોવા છતા પણ બોટમાં ઓવર કેપીસિટી પેસેન્જર બેસાડાય છે. કોઈ મોટુ અકસ્માત સર્જાય તે પહેલા ઘટતુ કરવા લોક માંગ ઊઠી છે.
હરેશ ગોકાણી