આજરોજ બીએમસી ની અલગ અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રાઈવ યોજી હતી જેમાં શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી અલગ અલગ દુકાનોમાં સર્ચ હાથ ધરતાં ત્રણ થી વધુ વેપારીઓની દુકાનોમાથી પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત કેટલાક વેપારીઓ ની દુકાન આસપાસ પ્રચૂર માત્રામાં કચરો અને સાફસફાઈ નો સદંતર અભાવ જોવા મળતા આવા આસામીઓ ને પણ દંડ ફટકાર્યો હતો એજ રીતે શહેરના વિવિધ માર્ગો પર આડેધડ પાર્ક કરાયેલ બાઈક સ્કૂટર સહિતના વાહનોને પણ લોક કરી વાહન ધારકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો તંત્ર દ્વારા યોજાયેલી આ ડ્રાઈવ ના સમાચાર વિઝળી વેગે વાઈરલ થતાં વેપારીઓ માં ભાગદોડ મચી જવા પામી હતી વેપારીઓ એ પ્લાસ્ટિક સગેવગે કરવા તજવીજ હાથ ધરી હતી બીજી તરફ સરદારનગરમા આવેલ ટ્યુશન કલાસિસો બહાર વિદ્યાર્થીઓ એ પાર્ક કરેલા વાહનોને લોક મારી દેતા વિદ્યાર્થીઓ ડરી ગયાં હતાં અને ટ્યુશન કલાસિસોએ પોતાના વાલીઓને દોડાવ્યા હતા બપોરથી શરૂ કરીને મોડી સાંજ સુધી ચાલેલી અલગ અલગ ડ્રાઈવ ને લઈને વેપારીઓ-વાહન ચાલકોમા ફફડાટ ફેલાયો હતો.