દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જે મુજબ ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર ધજા ચઢવાનો નિયમ બદલાયો છે. હવે થી જગત મંદિરમાં 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવશે. દ્વારકાધીશજીના મંદિર પર હવેથી પ્રતિદિન 6 વખત ધજારોહણ થશે. દ્વારકામાં ભક્તો શ્રદ્ધાથી ધજા ચઢાવવા આવે છે. જો વધુ એક ધજા ચઢે તો વધુ શ્રદ્ધાળુઓ ધ્વજારોહણનો લાભ લેશે. તેમજ દેવસ્થાન સમિતિ અધ્યક્ષ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને છઠ્ઠી ધ્વજા નેલય ખંભાળિયા ખાતે બેઠક યોજાઇ હતી જેમાં ૨૦૨૪ સુધી નું બુકિંગ વર્ષોથી ફુલ હોવાથી છઠ્ઠી ધ્વજાજી ની મંજૂરી ઐતિહાસિક નિર્ણય સર્વત્ર આવકાર્ય નિર્ણય લેવાયો હતો. તેમજ ભારત વર્ષમાં થી લાખો ભાવિકોની માંગને શ્રદ્ધા ભાવ સાથે સંતોષાય તે માટે જ છઠ્ઠી ધ્વજાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે આ મિટિંગમાં દ્વારકાના પ્રાંત અધિકારી મંદિર વહીવટદાર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે તેમ જ ટ્રસ્ટીઓ પૂજારીઓ સહિતના ટ્રસ્ટીગણ ઉપસ્થિતિ રહ્યા હતા.
અનિલ લાલ દ્વારકા