અમદાવાના ધોળકાના રેનવાડા વિસ્તારમાં પંદર વર્ષની સગીર પર મહોમ્મદ શકિલ ખલીફા નામના આરોપીએ આરોપીએ ભોગ બનનારના ઘરમાં ઘુસી તને જીવતી નહિ રેવા દવ તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે ભોગબનનાર એ બૂમો પાડતાં આજુ બાજુ ના લોકો દોડી આવતા આરોપી લોકો ને ધક્કા મારી ફરાર થતાં ધોળકા ટાઉન પોલીસ મથકે ૩૭૬, પોસ્કો , એટ્રોસીટી સહિત ની કલમો ની ફરિયાદ નોધાઇ હતી જેથી ગણતરી ના ક્લાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધોળકા ટાઉન પોલીસએ ધકેલયો હતો. તેમજ ભોગબનનાર પીડિતાને પ્રાથમિકઆરોગ્ય કેન્દ્ર ધોળકા ખાતે સારવાર આપવામાં આવી હતી.
ગોહેલ સોહિલ કુમાર