શહેરના જોગીવાડનીટાંકી વિસ્તારમાં લઘુમતી સમાજની સૌથી વધુ વસ્તી વસે છે અને અને અહીં બીએમસી દ્વારા અનેક આંગણવાડી કેન્દ્રો ખોલ્યાં છે તેમજ ઘરે ઘરે શૌચાલયો મોજુદ હોવા છતાં આ વિસ્તારમાં તંત્ર આંગણવાડી કેન્દ્રો અને હજુ વધુ શૌચાલયો બનાવવાનો મોહ દાખવી રહ્યું છે હાલમાં આ વિસ્તારમાં વધુ એક આંગણવાડી બનાવવાની તજવીજ હાથ ધરાતા સ્થાનિકો આ બાબતને લઈને નારાજ થયા છે અને હવે વધુ આંગણવાડી ન બનાવવાની માંગ સાથે આ વિસ્તારમાં બીએમસી ની માલિકીની જગ્યામાં કોમ્યુનિટી હોલ તથા બાળક્રિડાંગણ ની તાતી જરૂરિયાત હોય આથી કોમ્યુનિટી હોલ અથવા બાળક્રિડાંગણ બનાવવાની માંગ સાથે સ્થાનિક લોકો નું ટોળું આંગણવાડીનું નિર્માણ અટકાવવાની માંગ સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશ્નર ને રજૂઆત કરવા દોડી આવ્યા હતા જયાં વિપક્ષી નેતા પ્રકાશ વાઘાણી તથા મુસ્લિમ સમાજના અગ્રણી એમ આઈ સોલંકી સહિતનાઓએ કમિશ્નર ને રજૂઆત કરી હતી એ સાથે એમ પણ જણાવ્યું હતું કે જો તંત્ર આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ અથવા બાળક્રિડાંગણ બનાવે તો સ્થાનિકલોકો રૂપિયા 10 હજાર નો ઘર દિઠ ફાળો આપવા પણ તૈયાર છે આથી બિનજરૂરી આંગણવાડીઓ કે શૌચાલયો ના બદલે લોક ઉપયોગી વિકાસકાર્યો માં પ્રજાની પરસેવાની કમાણી વાપરવા માંગ કરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર