શહેરના સર્કીટ હાઉસ સામેની શેરીમાં એક મહિલા સહિત ત્રણ શખ્સોએ પરસાણા મેઈન રોડ, શ્રધ્ધાશકિત સોસાયટીમાં રહેતા સુનીલભાઈ ચાંદવાણીને માર મારતા હોય તેવો વીડિયો વાઈરલ થયો હતો. જે વીડિયો દેખાતા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધવા સુનિલભાઈએ પ્રદ્યુમનનગર પોલીસ મથકે અરજી કરી છે. આ અરજીમાં સુનીલભાઈએ આરોપીઓ વિરૂધ્ધ આક્ષેપ કર્યો છે કે તેઓએ લેન્ડ ગ્રેબીંગ અંગે અરજી કરી છે. આ અરજીમાં સમાધાન કરવા સુનીલભાઈ ફુલછાબ ચોકમાં સર્કીટ હાઉસ પાસે આવેલા સ્ટાર પ્લાઝા બિલ્ડીંગની ઓફીસમાં બોલાવાયા હતા. જયાં તેમની સાથે તોછડુ વર્તન કરવામાં આવેલું. જે પછી તેઓ બિલ્ડીંગ બહાર નીકળી સર્કીટ હાઉસ સામેની શેરીમાં જતા ત્યાં આરોપી મહિલા સહિત ત્રણ લોકોએ હુમલો કરેલો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેન્ડ ગ્રેબીંગ અરજીની માથાકુટ થતાં જાહેરમાં મારામારીનો વીડિયો થયો વાયરલ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -