હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટમાં ગત સાંજના ૬ થી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં દે ધનાધન ૩.૫ ઇંચ વરસાદ પડયો હતો. શહેરમાં ગઇકાલે રવિવારે સવારથી સાંજના ઉકળાટ બાદ સાંજથી મેઘરાજાએ સટાસટી બોલાવતા ૬૪ મીમી સેન્ટ્રલ ઝોનમાં, ઇસ્ટ ઝોનમાં ૬૪ મીમી તથા વેસ્ટ ઝોનમાં ૬૯ મીમી ફાયરબ્રિગેડના કંટ્રોલ રૃમમાં નોંધાયો છે. તેમજ શહેરમાં વરસાદે રવિવારની રજામાં બાળકોથી લઇને મોટેરાઓને મજા કરાવી હતી. દર વર્ષની માફક પોપટપરાનું નાલુ પાણી ભરાવાથી બંધ કરાયું હતું. તેમજ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જેવા કે ભાવનગર રોડ. સોરઠીયાવાડી, ગુંદાવાડી, પોપટપરા, રેલનગર વગેરે વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા.