પંચમહાલ જિલ્લાના પ્રવાસન સ્થળ પાવાગઢ ડુંગર સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે
રવિવારની જાહેર રજાના દિવસે દોઢ લાખથી વધારે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા વરસાદી આહલાદક વાતાવરણમાં સોળે કળાએ ખીલેલા ડુંગરનો નયનરમ્ય નઝારો માણ્યો હતો. જોકે અહીં આવતા સહેલાણીઓના ખાનગી વાહનો તળેટીમાં જ મુકાવી દેતા સહેલાણીઓ એસટી બસમાં બેસી આ કુદરતી સૌંદર્યની મજા માણવા ડુંગર ઉપર પહોંચ્યા હતા. એસ.ટી વિભાગ દ્વારા પણ આજે બસોના રૂટ વધારતા પ્રવાસીઓને યતાયાતમાં સરફળતા રહી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર વરસાદી આહલાદક વાતાવરણમાં સોળે કાળાએ ખીલતા અહીં ઉભી થયેલી પ્રાકૃતિક સુંદરતા સૌ કોઈને આકર્ષે તેવી છે,