ભાવનગર એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સટેબલ નરાજભાઇ ખુમાણને મળેલ બાતમી ના આધારે લાલો વેગડ નામનો શખ્સ પોતાની કારમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને તરસમીયા ગામ તરફથી ખારશી તરફ જતો હતો. તેમજ કાર વોચ દરમ્યાન પોલીસે કાર ઉભી રાખવાનો પ્રયત્ન કરતાં કાર ચાલકે વાહન ઉભું ન રાખતા તે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગે રોડ ઉપર કાર ચાલુ હાલતમાં મુકીને અંધારામાં ભાગી હતો. તેમજ કારનું ચેકિંગ કરતાં તેમાંથી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કંપની સીલપેક ૧૬૮ બોટલ મળી હોવાથી દારૂ સહિત સહિત કુલ રૂ.૫,૫૦,૬૦૦ નો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ઝડપવામાં આવ્યો હતો. તેમજ ગુન્હેગાર વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર