અરવલ્લી જિલ્લાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો ચુકાદો સંભળાવ્યો હતો. ધતનમાં કિશોરી ખેતરમાં જતી હતી ત્યારે આરોપી ભોગ બનનારને લઇ ગયો જ્યાં તેને બાંધી રાખી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તેમજ સમગ્ર ઘટનાને લઇને અરવલ્લી જિલ્લા પોલિસે તપાસ હાથ ધરી હતી. અને બનાવની ફરિયાદ બાદ ઝીણવટભરી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાતા મોડાસાની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં એન. એચ. વકીલની કોર્ટમાં ચાલેલો હતો, આ સમગ્ર કેસની સુનાવણીમાં સરકાર પક્ષે સખત પુરાવાઓ રજૂ કરાતા આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે….