ગીર સોમનાથ જિલ્લામાં સવની ગામ પાસે હિરણ નદીના કિનારા પર ખોડીયાર માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જેની નજીકમાં ગાગડીયા ધરા તરીકે ઓળખાતો ગાગડીયો ધોધ જે પ્રકૃતિના ખોળામાં આવેલો હોય. ત્યારે હાલ હિરણ નદીમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે સારું એવું પુર આવતા ગાગડીયા ધોધ એ નયનના રમ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. આ સ્થળ સમગ્ર રાજ્યભરના પ્રવાસીઓ સાથે મા ખોડીયાર ના ભક્તો માટે પસંદગીનું સ્થળ છે. ત્યારે હાલ હિરણ નદીના કારણે ગાગડીયા ધરો ધોધ સ્વરૂપે ખીલી ઉઠ્યો છે.
ભરતસિંહ જાદવ ગીર સોમનાથ.