ખેડબ્રહ્મા ખાતે આવેલ ધી જનતા સહકારી બેંક લિમિટેડ, પુણેના આવેલ ATM આગળ પાણી ભરાઈ જતાં અહી આવતા ગ્રાહકો અને સભાસદોને આવવા જવાની મુશ્કેલી ઊભી થાય છે અને લપસી જવાનો ભય સતાવી રહ્યો છે. આ ઉપરાત પાણી ભરાઈ જવાના કારણે દુર્ગંધ મારવા સાથે મચ્છર પેદા થવાથી ડેન્ગ્યુ જેવો રોગ ફેલાય તેવી ભિતી સેવાઈ રહી છે. આ સિવાય બેંકમાં પ્રવેશતા પહેલા આગળની જગ્યાએ પણ વરસાદી પાણી ભરાઈ રહે છે અને ત્યાં પણ ગંદકી અને મચ્છર ફેલાઈ રહ્યા છે. બેંક પાસે આવેલ નાના બગીચામાં પણ સાફ સફાઈ ન હોવાના કારણે અંદર ઘાસ ઉગી નીકળ્યું છે ભવિષ્યમાં ડેન્ગ્યુ જેવો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત લોકોને સતાવી રહી છે
બાઈટ – કલ્પેશ મોદી, ગ્રાહક
ઉમંગરાવલ સાબરકાંઠા