ચોટીલાના હીરાસર ગામ નજીક આવેલ મોરસલ ડેમ 70 ટકા ભરાઈ ગયેલ હોવાથી તંત્ર દ્વારા સતત ગામોને સાવચેત રહેવા તાકીદ કરાયા છે ડેમમાં પાણીની ધીમી આવક ચાલુ હોવાથી ગમે ત્યારે ઓવરફલ્લો થવાની શકયતાના આધારે લોકોને તાકીદ કરવામાં આવે છે. ચોટીલાના હબીયાસર,નાની મોરસલ,અને સાયલાના મંગડકુઈ,મોટી મોરસલ,શેખપર,સેજકપર, ટી ટોડા સહિત સાત ગામોને ડેમની ઉપરવાસમાં અને નીચાણવાળા વિસ્તારો કે નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. ડેમમી જળ સપાટી 177 મીટરછે જેમાં 176.4 મીટર ભરાઈ જતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે
ચોટીલા વિક્રમસિંહજાડેજા |