જૂનાગઢના વિસાવદરથી માંણદીયા જવાના રસ્તે આવેલ ગૌચરની જમીનમાં મનસુખ રાખોલીયા, ભીખુ રાખોલીયા અને ભીખુ અમીપરા દ્વારા અન અધિકૃત દબાણ કરવામાં આવેલ હોવાનું સાબિત થતા ત્રણેય શખ્સો સામે ગૌચર જમીનને પચાવી પાડવા મુદ્દે ગુનો નોંધાયો છે, 40 વીઘા જમીન પર કબ્જો જમાવનારા 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી, અંદાજે 4 વર્ષથી વધુ સમયથી કબ્જો કરેલ હોવાથી મામલતદારને પોલીસ ફરિયાદ દાખલ કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ હતી ત્યારબાદ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ તપાસ કરીને 3 શખ્સોની ધરપકડ કરી હતી
વિનોદ મકવાણા, જુનાગઢ