જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ છે 100 વર્ષ જૂના મકાન ઉપર ગઢની જૂની દીવાલનો હિસ્સો પડતાં 8 લોકો દટાઈ ગયા હતા વર્ષો જૂના ગઢની રાંગની ભેખડ ધસી પડતાં બનાવ બન્યો હતો અંદાજે 100 વર્ષ જૂનાં મકાનો ધરાશાયી થતાં મકાનમાં રહેલી 8 વ્યક્તિ દટાઈ ગઈ હતી, જેમાં 2 નાનાં બાળકોનો પણ સમાવેશ થતો હતો તમામને રેસ્કયૂ કરી બહાર કાઢી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જયાબેન રાજુ ભાઈ મકવાણા ઉ.50, મેઘના અશોક ભાઈ મકવાણા ઉ.10 અને સિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.7ને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા જ્યારે વંદન અશોક ભાઈ મકવાણા ઉ.14, શીતલ બેન વિક્રમ ભાઈ સાસડા ઉ.30, કરશનભાઈ દાનાભાઈ સાસડા ઉ.40, રિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.8 અને અશોકભાઈ રાજુભાઈ મકવાણા ઉ.33ને ઇજા થતાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું અને બાદમાં હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને બનાવ અંગે દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ખૂબ જ દુઃખ ઘટના છે, ભોગ બનનાર મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું, હતભાગીના પરિવારને સરકાર તરફથી મળતી સહાય તાત્કાલિક અપાવવાની ખાત્રી આપી હતી