ગોંડલ શહેરમાં રોજ બેરોજ આખલાઓના ત્રાસ થી ગોંડલની પ્રજા પીડાઈ રહી હતી. અનેક લોકોના આખલાની ઢીંકે ચડતા મોત નિપજ્યા છે અને અનેક લોકોને નાના મોટી ઈજાઓ થવા પામી છે. ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકની સૂચનાથી શહેરના બાલાશ્રમ રોડ પર નગરપાલિકા દ્વારા વિશાળ નંદી ઘર બનાવવામાં આવ્યું છે જે આજરોજ 15 થી 20 નંદીને પ્રવેશ આપી કાર્યરત કરાયું છે નગર પાલિકા કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજથી ગોંડલ શહેર નંદીઓના ત્રાસમાંથી મુક્ત થશે અને નગરપાલિકા સંચાલીત નંદી ઘરમાં દરરોજની 20 થી 25 નંદી નંદીઘરમાં રાખવામાં આવશે ગોંડલ નગરપાલિકા સંચાલિત આ નંદી ઘર આશરે 10 થી 12 વિઘામાં ફેલાયેલી છે. આ નંદી ઘરમાં 1000 થી પણ વધુ નંદીનો સમાવેશ કરવામાં આવશે. રખડતી ભટકતી નંદીઓને પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જેમાં હાલ 4 થી 5 કર્મચારીઓને મુકવામાં આવ્યા છે. પરંતુ આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા 10 થી વધુ કર્મચારીઓને નંદી પકડવા માટે રાખશે તેમ જણાવ્યું હતું.