શહેરમાં ભૂગર્ભ ગટરને લગતા અલગ અલગ પ્રશ્નો કંઈ નવી સમસ્યા નથી આ સમસ્યા આમતો શહેરીજનોને હવે “કોઠે” પડી ગઈ છે પરંતુ ચોમાસામાં ગટરો ઉભરાવા સાથે ગંદકી રોડપર વહેતી થાય અત્યંત ગંદા કચરાના ખાબોચિયાં ભરાય ત્યારે ખરેખર સમસ્યા વધુ વિકરાળ લાગે છે દર વર્ષે ચોમાસામાં ડ્રેનેજ ને લગતી સમસ્યા માઝા મૂકે જ છે પછી શહેરનો કોઈ પણ વિસ્તાર કેમ ન હોય શહેરના હિલડ્રાઈ થી લઈને કુંભારવાડાના મોતીતળાવ સુધીના વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે ગંદા પાણીનું વહન કરતી ભૂગર્ભ ગટરની લાઈનોમાં પ્રચૂર માત્રામાં કચરો ભરાઈ જતાં આ લાઈનો ગંદકી વહન કરવા અસક્ષમ બની જાય છે અને ગટરના મેનહોલ મારફતે ગંદકી સાથે રોડપર વહેતા થાય છે હાલમાં વાઘાવાડી રોડ કાઝીવાડ કુંભારવાડા મફતનગર મોતીતળાવ સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને સ્થાનિકો ત્રાહિમામ પોંકારી ઉઠ્યાં છે
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવન