અમરેલી જીલ્લામાં ચિક્કાર વર્ષા થવાના કારણે કેટલાક વિસ્તારમા ખેડૂતો ખુશખુશાલ છે.. તો કેટલાક વિસ્તારમા ખેડૂતો માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. ધારી તાલુકાના જર ગામના ખેડૂતો.. જે ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. જર ગામની ઉપરવાસમા આવેલ મોરસુપડા ડેમ શનિવારે ઓવરફલો થવાના કારણે આ વિસ્તારમાં આવેલા આંબાના બગીચાઓમા પાણી ફરી વળ્યાં હતા. અને વિનાશ વેર્યો હતો. અમરેલી જીલ્લામાં ગીર કાંઠે આવેલા ધારી તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ મુશ્કેલીનો વરસાદ સાબીત થયો છે.. ખાસ કરીને આંબાવાડી વિસ્તારમાં નદીઓના પાણી ફરી વળતા આંબાના ઝાડ ને ભારે નુકસાન થયું છે.. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ નુકસાન ના કારણે આગામી વર્ષે હવે કેરીનું ઉત્પાદન ઓછુ આવશે અને આર્થિક ફટકો સહન કરવો પડી શકે
રિપોર્ટર સંજય વાળા ધારી