રાજકોટમાં બ્રહ્મ દેવ સમાજ ના રાષ્ટ્રીય મહાસચીવ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ના ટ્રસ્ટી મીલન ભાઈ શુકલએ ગુજરાતી ભવન ના અધ્યક્ષ પ્રોફેસર મનોજ જોશીને સસ્પેન્ડ કરાતાપ્રતિક્રિયા આપી હતી. જેમઆ તેઓએ એ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા અંદર ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરવાને બદલે ભ્રષ્ટાચાર ઉપર કવિતા બનાવનારને સસ્પેન્ડ કરી સત્તાધિશો દ્વારા વાણી સ્વાતંત્ર્ય ઉપર નો અધિકાર છીનવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે તેમજ નીયમ અનુસાર મનોજ જોશીને ખુલાસા માટે બજવેલ નોટિસની સમય મર્યાદા અગાઉ જ સસ્પેન્સ નો હુકમ પણ નીયમ વિરુદ્ધનો છે આ કવિતા મા કોઈના નામ નો પણ સ્પષ્ટ ઉલ્લેખ ન હોય છતા આવા નિર્ણય ને દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યો છે અને જો તત્કાલ પ્રોફેસર મનોજ ભાઈ જોશીનુ સસ્પેન્સ રદ્દ નહી કરાય તો આગામી તારીખ 07 જુલાઈ 2023 ના રોજ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે લાગતા વળગતા અધિકારો ને રજુઆત કરાશે અને યોગ્ય નિર્ણય નહી આવે તો ઉગ્ર આંદોલન ની ચેતવણી પણ આપવામાં આવી છે.