અમદાવાદ રાજકોટ હાઇવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટેની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017 આપવામાં આવી હતી. ત્યારે મંજૂરી મળ્યાના 7 વર્ષ બાદ આજે પણ રાજકોટ અમદાવાદ હાઈવે સિક્સલેનનું કામ પૂર્ણ નથી થયું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવેનું કામ 3 વર્ષ વિલંબિત થયું છે. જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. પરંતુ હાઈવેનું કામ ક્યારે પૂરું થશે તેની સમય મર્યાદા વિશે કોઈ જાણકારી નથી. 5વર્ષથી ચાલતા આ પ્રોજેક્ટને કારણે હાઈવે પર કેટલાય ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે તેમજ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં હોવાથી રાજ્યના નેશનલ હાઈવે ડિવિઝન દ્વારા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને વારંવાર નોટિસો ફટકારવામાં આવી છે પરંતુ તેનો કોઈ જવાબ આપ્યો નથી. જેથી સમગ્ર મામલે રાજકોટના આરટીઆઈ એક્ટીવિસ્ટ શૈલેન્દ્ર સિંહ જાડેજા દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી અને તેના આધારે કોન્ટ્રાક્ટરો-ઓથોરિટી અને તેમણે મોકલેલી નોટિસો અંગેનો ખુલાસો થયો હતો.
મંજૂરી મળ્યાના 7 વર્ષ બાદ આજે પણ રાજકોટ અમદાવાદ હાઈવે સિક્સલેનનું કામ અધૂરું…
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -