33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સાબરકાઠાં 108ના સ્ટાફની સરાહનીય કામગીરી, જંગલમાં બચાવ્યો બાળકી અને માતાનો જીવ


મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વડાલીના  વાગપુરની મહિલાના થોડાક વર્ષો અગાઉ લગ્ન થયા હતા. જેના થોડાક વર્ષો પછી મહિલાના છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ મહિલા પોતાનું મગજનું સંતુલન ખોઈ બેસી હતી અને માનસિક અસ્થિર હાલતમાં આમતેમ રખડતી હતી. ગત મંગળવારે વાગપુરમાં FHW વિભાગની મહિલાઓ સારવાર અર્થે સેવાઓ આપવા જતાં ગામના કેટલાક લોકો દ્વારા જણાવાયું કે એક માનસિક અસ્થિર મગજની પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો છે તેમ જણાવતા FHW ની મહિલાઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચી જોતાં મહિલાએ પોતાના બાળક માટે ઝાડ પર ઘોડીયું બાંધ્યું હતું અને મહિલા નીચે જમીન પર સૂતી હતી. 108ને ફોન કરતાં ટીમના EME ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પાઈલોટ પ્રગ્નેશ બારોટ, EMT મહેશ સગર, FHW વર્ષાબેન ચૌહાણ, FHW દિપાલિબેન પ્રજાપતિ, CHO દીક્ષિતાબેન ચૌધરી,પ્રિયંકા પટેલ,મિત્તલ દેસાઈએ ઘટનાસ્થળે પહોંચી મહિલા અને તેના બાળકને ડુંગરની તળેટીમાંથી ઝોળીમાં સૂવડાવી બે કિમી સુધી ચાલતા લાવી 108 મારફતે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં મહિલા અને બાળકની તબિયત તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું

ઉમંગરાવલ સાબરકાંઠા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -